Categories
Uncategorized

Self control

અત્યાર સૂધીની પરીસ્થિતી એવી હતી કે બધાને નિયમ માનવા જ પડે.હવે પોતાના જાત ઉપર કેટલો કંટ્રોલ છે એની કસોટી થશે..
બાળપણની એક વાય યાદ આવી ગઇ.હોશિયાર બાળકો ખૂબ મહેનત કરે,,ઘણો ત્યાગ પણ કરે,,ટી.વી.કે રખડવામા સમય ન બગાડે અને ભણે…અત્યારના સમય મુજબ કહીએ તો મોબાઇલ છોડીને ભણે.હવે કયારેક એવુ બને કે પરિક્ષક એવા આવી જાય જેને કર્મનો કે ભગવાનનો ડર ના લાગે .ત્યારે પણ મહેનતુ અને સાચા હોય એ મોકો મળવા છતા પણ ચોરી ન કરે..એને દુઃખ જરુર થાય .એ પણ મારી જેમ સવાલ પૂછે, આટલી મહેનત કરીને અમે સારા માર્કસ લઇએ અને અમુક ચોરી કરીને પણ સારા લઇ જાય તો શુ ફાયદો?
મમ્મીએ સરસ જવાબ આપેલો,” બેટા જાતને જીતી જાય એ જીવન જીતી જાય, જીવનમા જયારે પણ એવી પરીસ્થિતી આવે ત્યારે એને તકલીફ પડે.કારણ કે એના સ્વભાવમા જ એ ન હોય..અને કહેવત છે ને કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય…તો બધાને best of luck ..હવે જીવનને જીતવાનુ છે…

~Bharti Bhayani

2 replies on “Self control”

Leave a comment

Design a site like this with WordPress.com
Get started