Categories
Uncategorized

અમારાથી શું થાય?

અમારાથી શું થાય?
આજે એક ચર્ચામાં આ વિષય આવ્યો અને સવાલ કે અમારાથી શું થાય?..એટલે થયું કે આ સવાલ તો ઘણાને થઈ રહ્યો છે. તો ચાલો આજે આપણે એ વાત કરીએ.
સૌથી પહેલું તો જરુર વગર બહાર ન નીકળીએ એટલે બહુ જ મોટી મદદ થાય.
ખોટી અફવા ન ફેલાવતા લોકોને હિંમત આપીએ એટલે એ પણ એક મદદ થાય.
કદાચ પતિને કે પોતાને વર્ક ફ્રોમ હોમ આવે તો એનો ગેરફાયદો ઉઠાવવાને બદલે નીતિથી ઘરે જ રહીને કામ કરીએ તો ખૂબ જ મોટી મદદ થાય.( આ એ લોકો માટે છે જેમને કોવિડ ન ફેલાય એ માટે ઘરે રહીને કામ કરવાનું કહેવામાં આવે અને એ ફરી રહ્યા છે. )
બાળકોને ઓનલાઈન ભણવાનું આવે તો એમને મદદ કરીને અને થોડો સમય આપીને એમના બાળપણને જીવંત રાખી શકીએ.
અમને તો સમય જ નથી મળતો એવા લોકો પોતાના અધૂરા શોખ પૂરા કરી શકે.
વર્ષોથી જેમની સાથે વાત ન થઈ હોય એવા મિત્રોની સાથે વાત કરીને જૂના દિવસો યાદ કરી શકાય.
જે લોકો સક્ષમ છે એ આસપાસના ગરીબ લોકોને આ કપરા સમયમાં ભલે થાય એટલી પણ મદદ કરી શકે.(બને તો ફોટા પડાવ્યા વગર.)
જે લોકો મનથી ખૂબ જ મજબૂત છે એ ડરી રહેલા સમાજને સમજાવીને એમને હિંમત આપી શકે.
શકય હોય તો આસપાસના લોકોમાંથી વારાફરતી એક વ્યક્તિ બધી વસ્તુઓ લાવીને બહાર ભીડ ઓછી કરવામાં પણ મદદ કરી શકે.
જે લોકો આમાનુ કશું નથી કરી શકતા,,કારણ કે પૈસા નથી કે શરીરમાં તાકાત નથી કે બીજાને મદદ કરી શકે..એ લોકો પોતપોતાના ઈશ્ટદેવને પ્રાર્થના કરી શકે…પ્રાર્થનામાં અદ્ભુત બળ હોય છે.
આશા છે થોડાક અંશે સંતોષકારક જવાબ આપી શકી છું.
ભારતી…

Categories
Uncategorized

Salary

વાત મારા બાળપણની છે.હું રોજ મારા પપ્પા સાથે ચાલવા જતી.કોઈ મળે અને પપ્પા વાતો કરે તો અકળાતી.પણ વડિલની સામે કોઈપણ ભોગે ન બોલવું એવો મારા મમ્મીનનો હુકમ.જે આજસૂધી જાળવ્યો છે.એક વખત એક મિત્ર સાથે પપ્પા વાતો કરતા હતા.હું બાજુમાં જ હતી.એમણે પપ્પાને એમનો પગાર પૂછયો.પપ્પાએ પચાસ રુપિયા કહયો.મારા મનમા એ વાત રહી ગઈ.હું સૌથી નાની એટલે પપ્પાની ખૂબ લાડકી.મને કાઈ પૂછવું હોય તો હું તો આરામથી એમને પૂછી શકુ.આગળ જતા સમજાયુ કે એ બાબતમા બધા મારા જેટલા નશીબદાર નહોતા.મે પપ્પાને પૂછયું કે તમારો પગાર માત્ર પચાસ રુપિયા છે?..એમણે મને સમજાવ્યું કે પગાર તો ચાર હજાર છે.પણ હું સારા કાર્યો માટે હજી પચાસ કાઢી શકુ છું. તો .સાચો પગાર તો એ જ ગણાય.મને એમણે એ પચાસ રુપિયા વાળો પગાર વધતો જાય એવા આશીર્વાદ આપી એમની વાત પૂરી કરી…proud of my Papa.miss you always.. Bharti Bhayani

Categories
Uncategorized

આત્મહત્યા

આજે માનવની સહનશીલતા ઘટતી જાય છે. મિત્રો ઘટતા જાય છે. આમ તો આખુ વિશ્વ એકબીજા સાથે જોડાયેલ છે છતા મનની વાત સમજી શકે એવી કોઈ એક વ્યક્તિ પણ ઘણાને નથી મળતી.સમાજમા ખૂશ રહેવા કરતા ખૂશ દેખાવુ જરુરી બનતુ જાય છે. શા માટે?કેમ કોઇ વ્યક્તિ રડી ન શકે?બધું જ હોવા છતા પણ કયારેક કંઈ ન ગમે,કારણ વગર પણ કંટાળો આવે એને સ્વાભાવિક કેમ ન ગણી શકાય?જો કોઈ વ્યક્તિ તમને એના મનની વાત કરે તો તમારી જાતને નશીબદાર ગણજો.એને ઉતારી પાડવા કરતા હિંમત આપજો.કોને ખબર,,તમારા કારણે કદાચ એક જીવન બચી જાય.

અને એક સવાલ જેને આવા વિચાર આવે છે એના માટે, શું તમારી બત્રીસ પકવાન ભરેલી થાળીમાં એકાદ વસ્તુ ખરાબ અથવા ન ભાવતુ આવે તો આખી થાળી ફેંકી દો છો? નહી ને? તો જીવનમાં પણ આવુ બને.તો જીવનની કિંમત એક થાળી કરતા તો વધારે ગણી જ શકાય…. એક વખત એવા ચહેરા યાદ કરો જેને તમારી માટે ખરેખર લાગણી છે…તો મરવાનો વિચાર ટળી જશે…કદાચ કોઈ ચહેરો નજર ન આવે તો એવા લોકો માટે જીવો જેનુ કોઈ નથી….પણ ઈશ્વરે આપેલું અનમોલ જીવન આમ ધૂળમા ભેળવી એનું અપમાન ન કરો. ભારતી …

Categories
Uncategorized

કોરોના.

આજ સૂધી કેટલા યે રોગ આવ્યા. બધા કંઇ મામુલી નહોતા જ.અરે, અંગ્રેજોની ગુલામી પણ જોઈ છે મારી ધરતીએ.ફરક એટલો છે કે હવે જાગૃતિ આવી છે.પહેલા જે ચેપી રોગની દવાઓ નહોતી અને હેરાનગતિ હતી એ હવે નથી.પણ ઘણા લોકો આ વસ્તૂ નથી સમજતા.સોશિયલ નેટવર્ક જાગૃતિ ફેલાવવા માટે છે એની બદલે ડર ફેલાવી રહયા છે.સાવચેતીના પગલા લઇ શાંતિ પૂર્વક કેમ ન જીવી શકાય? ભારતી ભાયાણી

Categories
Uncategorized

Reading

Reading is a passion. people can read in free time.books are our best friends. But I have one question how can we read heart of anyone? If anyone is smiling how can we say that he or she is really happy? Bhartibhayani.

Categories
Uncategorized

Shame on humanity

God has given many things to enjoy,,many things to eat,best life to live,but people are not satisfied. They don’t want to live happily,they want to hurt others,that is shame on humanity. In these days we can feel the pain of animals, so we must do something better for them and must try to share their pain.but no,some people have no fear of rules,, karma and God…But I believe God will never forgive them. Bharti Bhayani

Categories
Uncategorized

Self control

અત્યાર સૂધીની પરીસ્થિતી એવી હતી કે બધાને નિયમ માનવા જ પડે.હવે પોતાના જાત ઉપર કેટલો કંટ્રોલ છે એની કસોટી થશે..
બાળપણની એક વાય યાદ આવી ગઇ.હોશિયાર બાળકો ખૂબ મહેનત કરે,,ઘણો ત્યાગ પણ કરે,,ટી.વી.કે રખડવામા સમય ન બગાડે અને ભણે…અત્યારના સમય મુજબ કહીએ તો મોબાઇલ છોડીને ભણે.હવે કયારેક એવુ બને કે પરિક્ષક એવા આવી જાય જેને કર્મનો કે ભગવાનનો ડર ના લાગે .ત્યારે પણ મહેનતુ અને સાચા હોય એ મોકો મળવા છતા પણ ચોરી ન કરે..એને દુઃખ જરુર થાય .એ પણ મારી જેમ સવાલ પૂછે, આટલી મહેનત કરીને અમે સારા માર્કસ લઇએ અને અમુક ચોરી કરીને પણ સારા લઇ જાય તો શુ ફાયદો?
મમ્મીએ સરસ જવાબ આપેલો,” બેટા જાતને જીતી જાય એ જીવન જીતી જાય, જીવનમા જયારે પણ એવી પરીસ્થિતી આવે ત્યારે એને તકલીફ પડે.કારણ કે એના સ્વભાવમા જ એ ન હોય..અને કહેવત છે ને કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય…તો બધાને best of luck ..હવે જીવનને જીતવાનુ છે…

~Bharti Bhayani

Design a site like this with WordPress.com
Get started